બુધવાર, 13 જુલાઈ, 2022

પ્રકાશ : પરાવર્તન અને વક્રીભવન [ ભાગ 2 STD 10]

 


અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો.

ટોર્ચ સર્ચલાઈટ વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે

દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરા નું મોટું પ્રતિબિંબ જોવા માટે

દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે

સૂર્યકૂકર અને સૌરભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે

ડોક્ટરના હેડમીરર તરીકે દર્દીની આંખો કાન નાખ અને ગળા જેવા ભાગોની તપાસ કરવા

રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા 

બહિર્ગોળ અરીસા ના ઉપયોગો લખો.

વાહનમાં પાછળના દ્રશ્યને જોવા માટે વાહનોમાં સાઈડ મિરર તરીકે 

મોટી દુકાનમાં મોટા બહિર્ગોળ અરીસા ગ્રાહક પર નજર રાખવા માટે

અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતિક સ્વરૂપ લખો.

વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને અરીસાની કેન્દ્રલંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રની અરીસાનું સૂત્ર કહે છે.

ટૂંક નોંધ : મોટવણી ( અરીસા માટે)

પ્રતિબિંબ ની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે.

મોટવણીના મૂલ્યમાં : -  નિશાની : પ્રતિબિંબ વાસ્તવિક 

મોટવણીના મૂલ્યમાં : + નિશાની : પ્રતિબિંબ આભાસી 


શનિવાર, 9 જુલાઈ, 2022

પ્રકાશ : પરાવર્તન અને વક્રીભવન [ ભાગ 3 STD 10]પ્રકાશનું વક્રીભવન એટલે શું ? પ્રકાશના વક્રીભવન ના નિયમો લખો.

જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે, જેથી તે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ વાંકું વડે છે. ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે.

આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે.

પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમો ની જોડ માટે આપાતકોણનાસાઈન અને વક્રીભૂતકોણના સાઈન નો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમને સ્નેલ નો નિયમ કહે છે.


ટૂંક નોંધ : વક્રીભવનાંક 

સાપેક્ષ વક્રીભવનાંક 

જો આપાત કોણ i અને વક્રીભૂત કોણ r હોય તો આપાતકોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈનના ગુણોત્તરને માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે.

જો માધ્યમ 1માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ  હોય તો તેમના ગુણોત્તરને માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક  કહે છે.

નિરપેક્ષ વક્રીભવનાંક


શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમના વક્રીભવનાંક ને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે.

'નિરપેક્ષ વક્રીભવનાંક' ને 'વક્રીભવનાંક ' પણ કહે છે.


કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા એક કરતાં વધુ હોય છે.

વક્રીભવનાંક એકમ રહિત છે.પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા વિશે સ્પષ્ટીકરણ 

પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા એકબીજાથી સ્વતંત્ર છે.

પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહે છે.

એકમ કદ દીઠ રહેલા દળને દળ ઘનતા કહે છે.

દળ ઘનતા : કેરોસીન < પાણી

પ્રકાશીય ઘનતા : પાણી < કેરોસીન 


રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો [ ભાગ 5 STD 10 ]

 


* ઓક્સિડેશન અને રીડકશન પ્રકિયા એટલે શું?  ઉદાહરણ આપો.

# ઓક્સિડેશનની વ્યાખ્યા : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે, તો તેને ઓક્સિડેશન પ્રકિયા કહે છે.

# ઓક્સિડેશનના ઉદાહરણ :

# રીડકશનની વ્યાખ્યા : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ હાઈડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે, તો તેને રિડકશન પ્રકિયા કહે છે.

# રીડકશનના ઉદાહરણ :

 

* રેડોક્ષ પ્રક્રિયા એટલે શું એક ઉદાહરણ આપો.

રેડોક્ષ પ્રક્રિયાની વ્યાખ્યા :જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડકશન બંને પ્રકિયા સાથે જ થતી હોય તો તેવી પ્રકિયાને રેડોક્ષ પ્રકિયા  કહે છે.

* ટૂંક નોંધ : ક્ષારણ

# જયારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો  ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે  તેનું ક્ષયન થાય છે, પ્રક્રિયાને ક્ષારણ  કહીશું.

# ક્ષારણનાં ઉદાહરણ :

  - લોખંડનું ક્ષારણ થતાં કથ્થાઈ રંગનું  સ્તર જોવા મળે.

  - કોપરનું (તાંબુ) ક્ષારણ થતાં લીલાશ રંગનું સ્તર જોવા મળે.

  - ચાંદીનું ક્ષારણ થતાં કાળાશ રંગનું સ્તર જોવા મળે.

# ઝીંકનું પડ ધરાવતાં લોખંડને ગેલ્વેનાઇઝડ  આયર્ન કહે છે. અને ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે.


* તેલ તેમજ ચરબીયુક્ત ખાધપદાર્થોની સાથે નાઈટ્રોજન વાયુને ભરવામાં આવે છે? શા માટે ?

તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતાં તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે.જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે.

આવા ખાદ્ય પદાર્થના ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આથી ખાદ્ય પદાર્થને બગડતો અટકાવવા માટે એન્ટિ- ઓક્સિડન્ટ તરીકે નાઈટ્રોજન જેવા  નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે.


શનિવાર, 2 જુલાઈ, 2022

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો [ ભાગ 4 STD 10 ]

 

* ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો.

Ø  # ઉષ્માશોષકની વ્યાખ્યા : જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું  હોય તો તેવી પ્રકિયાને ઉષ્માશોષક  પ્રકિયા કહે છે.

Ø  # ઉષ્માશોષકના ઉદાહરણ :

- પ્રકાશસંશ્લેષણની ક્રિયા : 

- સિલ્વર ક્લોરાઈડને સૂર્યપ્રકાશમાં મૂકતાં ... :

- પાણીનું વિધુતવિભાજન :

- ચૂનાનાપથ્થરનું વિઘટન ... :

Ø  # ઉષ્માક્ષેપકની વ્યાખ્યા : જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રકિયાને ઉષ્માક્ષેપક પ્રકિયા કહે છે.

Ø  # ઉષ્માક્ષેપકના ઉદાહરણ :

- કુદરતી વાયુનું દહન :           

        - શ્વસન ક્રિયા :         

        - કોલસાનું દહન :

        - વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઇ ખાતર બનવું

 

શ્વસનને ઉષ્માશોષક પ્રક્રિયા ગણવામાં આવે છે? સમજાવો.

# આપણે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર છે તે વિવિધ ખોરાક દ્વારા પ્રાપ્ત થાય છે.

# ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે.

# આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે.

# આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા,પાણી અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન કરે છે.

# આમ આ પ્રકિયાને શ્વસન કહે છે.

# શ્વસન દરમિયાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

* પ્રકાશસંશ્લેષણ એ ઉષ્માશોષક પ્રક્રિયા છે સમજાવો.

# પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે ઉષ્માની જરૂર પડે છે.

# જે સૂર્યપ્રકાશ સ્વરૂપે રહેલી ઉર્જા હાઇડ્રોજન અને ઓક્સિજનના બંધ તોડવા માટે જરૂરી છે.

# આથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.

 

રવિવાર, 19 જૂન, 2022

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો [ ભાગ 3 STD 10 ]

 
પ્રવૃત્તિ

હેતુ : કેલ્શિયમ ઓક્સાઈડ અને પાણી વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.

પદ્ધતિ :

- સૌ પ્રથમ બીકર લો.

- તેમાં પાણી ભરો.

- ત્યારબાદ તેમાં કેલ્શિયમ ઓક્સાઈડ ઉમેરી ધ્યાનથી અવલોકન કરો.

અવલોકન :

- કેલ્શિયમ ઓક્સાઈડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા થતાં ....

                ગરમી ઉત્પન્ન થાય છે

                એક જ નીપજ ઉત્પન્ન થાય છે

                નીપજ પાણીમાં અદ્રાવ્ય હોય છે.

નિર્ણય : આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તેમજ ઉષ્માક્ષેપક પ્રકિયા પણ કહે છે.


* કેલ્શિયમ ઓક્સાઈડ અને પાણી વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ પરથી  નીચેના પ્રશ્નોના જવાબ આપો.

1) સમતોલિત રાસાયણિક  સમીકરણ લખો.

# `CaO_{(s)}+H_{2}O_{(l)}\rightarrow Ca(OH)_{2(aq)}+` ઉષ્મા 

2)  આ પ્રકિયાને કેવા પ્રકારની પ્રક્રિયા કહીશું?

# આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તેમજ ઉષ્માક્ષેપક પ્રકિયા પણ કહે છે.

૩) 2 મોલ કેલ્શિયમ ઓક્સાઈડની 2 મોલ પાણી સાથે પ્રકિયા કરતાં કેટલા મોલ લાઈમ વોટર મળે ?

# 2 મોલ 

* સંયોગીકરણ પ્રકિયા એટલે શું ? ઉદાહરણ આપો.
# વ્યાખ્યા : જે રાસાયણિક પ્રકિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રકિયા થઇ એક જ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રકિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

# ઉદાહરણ :
 1.
  `CaO_{(s)}+H_{2}O_{(l)}\rightarrow Ca(OH)_{2(aq)}+` ઉષ્મા 
 2. કાર્બન નું દહન 

3.મેગ્નેશિયમ પટ્ટીનું દહન.

4. નાઈટ્રોજન અને ઓક્સિજન  વચ્ચેની પ્રક્રિયાથી  એમોનીયા મળે છે.


પ્રવૃત્તિ

હેતુ : ફેરસ સલ્ફેટને ગરમ કરતાં થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવો.

પદ્ધતિ :

- એક સુકી કસનળીમાં થોડાક પ્રમાણમાં ફેરસ સલ્ફેટ લો.

- ત્યારબાદ તેને ગરમ કરો.

- તેમજ તેનું ધ્યાનથી અવલોકન કરો.

અવલોકન :

- અહિં લીલાશ પડતો રંગમાંથી  લાલાશ પડતો કથ્થાઈ રંગમાં પરિવર્તન જોવામળે છે.

- એકથી વધુ નીપજ બને છે

- વિશિષ્ટ પ્રકાર ગંધ જોવા મળે છે.

નિર્ણય : આ પ્રક્રિયાને વિઘટન પ્રકિયા તેમજ ઉષ્માશોષક પ્રકિયા પણ કહે છે. 


* ફેરસ સલ્ફેટને ગરમ કરતાં થતી પ્રક્રિયાનો અભ્યાસ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1) ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે?
# લીલાશ પડતો 
2) ફેરસ સલ્ફેટને ગરમ કરતાં કેવા રંગમાં પરિવર્તન થાય છે?
# લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો રંગમાં પરિવર્તન થાય છે.
૩)  આ પ્રકિયાને કેવા પ્રકારની પ્રક્રિયા કહીશું?
# આ પ્રક્રિયાને વિઘટન પ્રકિયા તેમજ ઉષ્માશોષક પ્રકિયા પણ કહે છે.
4) ફેરસ સલ્ફેટની વિઘટન પ્રક્રિયાનું  સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

પ્રવૃત્તિ

હેતુ : લેડ નાઈટ્રેટના વિઘટન પ્રકિયાનો અભ્યાસ કરવો.

પદ્ધતિ :

- એક કસનળીમાં લેડ નાઈટ્રેટ લો.

- તેને હોલ્ડર વડે પકડી ગરમ કરો.

- ત્યારબાદ તેનું ધ્યાનથી અવલોકન કરો.

અવલોકન :

- કથ્થાઈ રંગનો વાયુ જોવા મળે છે.

નિર્ણય : આ પ્રક્રિયાને વિઘટન પ્રકિયા તેમજ ઉષ્માશોષક પ્રકિયા પણ કહે છે.


લેડ નાઈટ્રેટના વિઘટન પ્રકિયાનો અભ્યાસ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1) લેડ નાઈટ્રેટને ગરમ કરતાં કેવા રંગ વાયુ ઉત્પન્ન થાય છે ? કયો ?
# લેડ નાઈટ્રેટને ગરમ કરતાં કથ્થાઈ રંગનો  વાયુ ઉત્પન્ન થાય છે જે નાઈટ્રોજન ઓક્સાઈડ છે.
2) લેડ નાઈટ્રેટ વિઘટન પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

પાણીના વિધુતવિભાજનની પ્રયોગ વર્ણન કરી. નીચેના પ્રશ્નોના જવાબ આપો.[ MOST IMP ]
    - પાણીના વિધુતવિભાજન કરતાં એનોડ પર કયો વાયુ ભેગો થાય છે?
        #  ઓક્સિજન
    - પાણીના વિધુતવિભાજન કરતાં કેથોડ પર કયો વાયુ ભેગો થાય છે? 
     # હાઈડ્રોજન 
    - પાણીના વિધુતવિભાજન કરતાં મળતાં હાઈડ્રોજન વાયુ અને ઓક્સીજન વાયુનાં કદનો ગુણોતર જણાવો.
     # 2:1

# હેતુ : પાણીના વિધુતવિભાજનની પ્રયોગનો અભ્યાસ કરવો.

# સાધનો :

# આકૃતિ : 

# પદ્ધતિ :

 - એક પ્લાસ્ટિકના કપના તળીયે બે છિદ્રો પાડી રબરના બુચ લગાવો.

 - આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્બનના વિધુતધ્રુવો લગાવો.

 - તેના પર કસનળી ઊંધી મુકો.

 - કપમાં પાણી ઉમેરો કે જેથી વિધુતધ્રુવો ડૂબેલા રહે.

 - પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડનાં ટીંપા ઉમેરો.

 - વિધુતધ્રુવોને 6v બેટરી સાથે જોડો.

 - ત્યારબાદ ધ્યાનથી અવલોકન કરો.

# અવલોકન :

 - એનોડ પર ઓક્સીજન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે.

# નિર્ણય :

- આ પ્રક્રિયાને વિઘટન પ્રકિયા તેમજ ઉષ્માશોષક પ્રકિયા પણ કહે છે.

*  વિઘટન પ્રક્રિયા એટલે શું? જુદી જુદી વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપો.

વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા : જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એક થી વધુ નીપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને   વિઘટન પ્રક્રિયા કહે છે.

વિઘટન પ્રક્રિયાનાં ઉદાહરણ :

1) ઉષ્મીય વિઘટન 

2) વિધુતીય વિઘટન 

૩) પ્રકાશીય વિઘટન 


રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો [ ભાગ 2 STD 10 ]

  

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો


પ્રવૃત્તિ

# હેતુ : મેગ્નેશિયમ પટ્ટીનું દહન કરવું.

# પદ્ધતિ :

- ૩- 4 cm  લાંબી મેગ્નેશિયમની પટ્ટી લો.

- તેને કાચ પેપર વડે ઘસો.

- મેગ્નેશિયમની પટ્ટી ચીપિયા વડે પકડી બર્નરની મદદથી સળગાવો.

- તેનું ધ્યાનથી અવલોકન કરો.

# અવલોકન :

- મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાઉડરમાં પરિવર્તિત થાય છે.

# નિર્ણય :

-  મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે આથી આ રાસાયણિક પ્રક્રિયા છે. 


* મેગ્નેશિયમનું હવામાં દહન પ્રક્રિયાનો અભ્યાસ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

1) મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે[ IMP ]

મેગ્નેશિયમ પટ્ટી  ખુબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO નું નિષ્ક્રિય પડ બને છે. MgO નું નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી તે પડ દુર થાય છે, જેથી ચમકતી શ્વેત રંગની મેગ્નેશિયમ પટ્ટી જોવા મળે છે જે સરળતાથી ઓકિસજન સાથે પ્રક્રિયા કરે છે.

2) મેગ્નેશિયમનું હવામાં દહન કરતાં શું મળે છે અને તેનો રંગ કેવો હોય છે?

# મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતાં સફેદ પાઉડર સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઈડ મળે છે

૩) મેગ્નેશિયમ પટ્ટીને સાફ કર્યા બાદ કેવા રંગની જોવા મળે છે?

મેગ્નેશિયમ પટ્ટીને સાફ કર્યા બાદ ચમકતી શ્વેત રંગની જોવા મળે છે?

4) સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

`2Mg_{(s)}+O_{2(g)}\rightarrow2MgO_{(s)}`


પ્રવૃત્તિ

# હેતુ : પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.

# પદ્ધતિ :

- સૌ પ્રથમ બે જુદી જુદી કસનળીમાં પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટનું જલીય દ્રાવણ બનાવો.

- ત્યારબાદ બંને દ્રાવણને એકબીજામાં મિશ્ર કરી લો.

- ત્યારબાદ ધ્યાનથી  અવલોકન કરો.

# અવલોકન :

- પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટનું જલીય દ્રાવણ મિશ્ર કરતાં રંગ પરિવર્તન જોવા મળે છે.

# નિર્ણય :

- પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટનું જલીય દ્રાવણ મિશ્ર કરતાં લેડ આયોડાઈડ અને પોટેશિયમ નાઈટ્રેટ મળે છે.આથી આ રાસાયણિક પ્રક્રિયા છે. 


પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

1) લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડનો રંગ કેવો હોય છે ?

 # સફેદ 

2) લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે ?

# રંગવિહીન 

3) લેડ આયોડાઈડનો રંગ જણાવો.

# પીળો 

4) સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

`Pb(NO)_{3(aq)}+2KI_{(aq)}\rightarrow PbI_{2(s)}+2KNO_{3(aq)}`પ્રવૃત્તિ

# હેતુ : દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.

# પદ્ધતિ :

- સૌ પ્રથમ કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંક લો.

- તેમાં મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ ઉમેરો.

- ત્યારબાદ તેનું ધ્યાનથી અવલોકન કરો.

# અવલોકન :

- દાણાદાર ઝીંકની આજુબાજુ પરપોટા જોવા મળે છે તેમજ કોનિકલ ફ્લાસ્ક ગરમ થયેલ જોવા મળશે.

# નિર્ણય :

- દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયા થઈ હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આથી આ રાસાયણિક પ્રક્રિયા છે.


* દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
1) દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયા કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?
# દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયા કરતાં  હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે
2) દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયા કરતાં કોનિકલ ફ્લાસ્ક પર શું અસર થશે ?
# દાણાદાર ઝીંકની મંદ હાઈડ્રોક્લોરિક  એસીડ સાથેની પ્રક્રિયા કરતાં કોનિકલ ફ્લાસ્ક ગરમ થશે.
3) સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
#  `Zn_{(s)}+2HCl_{(aq)}\rightarrow ZnCl_{2(aq)}+H_{2(g)}`